Passt nicht? Macht nichts! Sie können Artikel bis zu 30 Tage zurückgeben
Mit einem Geschenkgutschein können Sie nichts falsch machen. Der Beschenkte kann sich im Tausch gegen einen Geschenkgutschein etwas aus unserem Sortiment aussuchen.
Bis zu 30 Tage Rückgaberecht
નમસ્તે દોસ્તો! તમારા હાથમાં અત્યારે જે પુસ્તક છે, એ કોઈ ભારેખમ તત્વજ્ઞાન કે ફિલોસોફીનો ગ્રંથ નથી! આ તો મારી રોજિંદી જિંદગીના અનુભવો, સુરતી મિજાજના રમુજી કિસ્સાઓ, ધંધા-રોજગારમાં ખાધેલા ગોથા અને મારી મમ્મીની ડાયરીમાંથી મળેલા સોના જેવા વિચારોનો એક નમ્ર સંગ્રહ છે. સોશિયલ મીડિયા પર જ્યારે હું નાના-નાના વિડિયો અને વિઝડમ રીલ્સ બનાવતો, ત્યારે અસંખ્ય મિત્રોની કોમેન્ટ્સ અને મેસેજ આવતા: "નિરજભાઈ, તમારી આ વાતો સાંભળીને દિવસ સુધરી જાય છે! આ વિચારોને એક પુસ્તકનું રૂપ આપો ને, જેથી કાયમ માટે સચવાઈ રહે!" અને બસ... ત્યાંથી જન્મ થયો આ પુસ્તકનો - "સમજ્યા?" આપણે જિંદગીમાં મોટી મોટી ડિગ્રીઓ લઈએ છીએ, કલાકો સુધી મીટિંગો કરીએ છીએ અને પૈસા પાછળ દોડીએ છીએ, પણ ઘણીવાર જીવનની સૌથી નાની અને સરળ બાબતો સમજવાનું ભૂલી જઈએ છીએ! ઉંમર વધવાથી બુદ્ધિ વધે છે કે પરિપક્વતા આવે છે? અંધારું એટલે શું અને આપણી સરખામણી આપણને કેમ દુઃખી કરે છે? ઈગોનો સદુપયોગ કેમ કરવો? મનગમતું દુઃખ એટલે શું? આવા જ અનેક સવાલોના જવાબ મેં મારી દેશી અને સીધી-સટ બોલીમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તક વાંચતી વખતે તમને એવું જ લાગશે કે જાણે આપણે બંને સાથે બેસીને ગરમાગરમ ચા પીતા પીતા વાતો કરી રહ્યા છીએ! પુસ્તકનો દરેક વિભાગ વાંચ્યા પછી જો તમારા ચહેરા પર એક નાનું સ્મિત આવે અને અંદરથી અવાજ નીકળે કે - "હા યાર, વાત તો સાચી છે!" - તો માનીશ કે મારી મહેનત સફળ થઈ! ચાલો ત્યારે, વિચારોના આ રસપ્રદ પ્રવાસમાં મારી સાથે જોડાઓ... સમજ્યા? - નિરજ વિરડીયા (સુરત, ગુજરાત)
Hallo! Ich bin Libroamiko, dein Buchberater.
Wie kann ich dir helfen?